શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં GCAS મારફત પ્રવેશની પ્રસ્તાવિત કાર્યવાહી

પ્રસ્તાવના:

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ (NEP-2020)માં શિક્ષણના અનેક પાસાઓમાં સુધારો કરવા માટે ટેક્નોલોજીના ઉપયોગ અને સંકલન પર ભાર મુકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના એનરોલમેન્ટથી લઈને એમ્પ્લોયમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશિપ સુધીની માહિતી મળી રહે તેમજ ડીજીટલ ઇન્ડિયાના ભાગસ્વરૂપે શિક્ષણ ક્ષેત્રે ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી તેના માધ્યમથી શિક્ષણના વિવિધ આયામોને સરળ તેમજ પારદર્શક બનાવવાનો છે.

આ માટે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન વિવિધ પ્રોગ્રામ્સ અને વિદ્યાશાખાઓમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા એક સરળ અને સુરક્ષિત એવું ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) પોર્ટલ તૈયાર કરી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી તેના મારફત ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરીને હસ્તક સરકારી યુનિવર્સિટીઓની આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, શિક્ષણ, કાયદા, વગેરે વિદ્યાશાખાઓ સંલગ્ન સરકારી, બિન-સરકારી અનુદાનિત, ઓટોનોમસ, અને સ્વ-નિર્ભર કૉલેજો તથા સ્નાતક-અનુસ્નાતક ભવનોના સ્નાતક, અનુસ્નાતક, અને પીએચ.ડી. કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશની કાર્યવાહી કરવામાં આવી.

GCAS પોર્ટલના સંચાલન દરમ્યાન વિવિધ યુનિવર્સિટીઓ, શિક્ષણવિદો, સંગઠનો, તથા વિદ્યાર્થીઓ દ્વારા મળેલ સૂચનોને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રવેશની કાર્યવાહી તમામ માટે વધુ સુગમ, સરળ, અને અસરકારક બને તે માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ધ્યાને આવેલ મુદ્દાઓ સામે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ બનાવતી પ્રસ્તાવિત જોગવાઈઓ આપના સૂચનો માટે નીચે દર્શાવેલ છે. તમામ સંલગ્ન પક્ષોને વિનંતી છે કે તેઓ નીચે દર્શાવેલ મુદ્દાઓ માટે પોતાના સૂચનો અને મંતવ્યો રજૂ કરે, જેથી પ્રવેશ પ્રક્રિયાને વધુ સઘન અને સક્ષમ બનાવવામાં મદદ મળી શકે. આ મુદ્દાઓ પર તમારા સૂચનો દ્વારા આપણે દરેક વિદ્યાર્થી માટે આ પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકીશું.

ક્રમ વિષય શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રવેશ માટે પ્રસ્તાવિત જોગવાઈ આપનું સૂચન
1 GCAS પોર્ટલ (પબ્લિક ડોમેઈન) વિદ્યાર્થીઓને પ્રવેશ માટે જરૂરી પ્રોગ્રામ દીઠ વેકેન્ટ સીટ, ફી, વગેરે જેવી તમામ સંબંધિત યુનિવર્સિટી દ્વારા અધિકૃત માહિતી દર્શાવવામાં આવશે.
2 શૈક્ષણિક લાયકાત મુજબ પ્રોગ્રામમાં પ્રવેશ માટેની એલીજીબીલીટી વિદ્યાર્થી પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ કયા-કયા પ્રોગ્રામમાં પ્રવેશની લાયકાત ધરાવે છે તે GCAS પોર્ટલ પર ચકાસી શકશે જેથી યુનિવર્સિટી-કૉલેજ-પ્રોગ્રામની પસંદગી કરવી સરળ બનશે.
3 ઓનલાઈન રજિસ્ટ્રેશન અને અરજી • ઓનલાઈન રજિસ્ટ્રેશન અને અરજી ફોર્મ એ રીતે ડિઝાઈન કરવામાં આવશે જેથી યુઝર ફ્રેન્ડલી અને સમય ઓછો જોઈએ. વિદ્યાર્થીઓની સુલભતા માટે અરજી પ્રક્રિયાનો વિડીયો બનાવી પોર્ટલ પર દર્શાવવામાં આવશે.
• ઓનલાઈન અરજી કરવા માટેના દિવસો અગાઉથી જાહેર કરવામાં આવશે. પ્રવેશની કાર્યવાહીને સમાંતર વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ શકે તેવી જોગવાઈ કરવામાં આવશે.
4 વેલિડેશન ઓનલાઈન અરજીમાં વેલિડેશન્સની જોગવાઈ કરવામાં આવશે. (દા.ત., નામ, સ્ત્રી/પુરુષ, શૈક્ષણિક લાયકાત મુજબના પ્રોગ્રામ, વગેરે)
5 ફોર્મ ફીલિંગ સેન્ટર વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવામાં મદદ મળી રહે તે માટે રાજ્યમાં જિલ્લા-તાલુકા લેવલે ફોર્મ ફીલિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે, જેની સંપૂર્ણ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.
6 વેરીફીકેશન વિદ્યાર્થીઓએ તેમની ઓનલાઈન અરજીનું વેરીફીકેશન, વેરીફીકેશન સેન્ટર્સ ખાતે ફરજીયાતપણે કરાવવાનું રહેશે. જેનાથી વિદ્યાર્થીઓ માટે મેરીટ તથા પ્રવેશની પ્રક્રિયા સુગમ બનશે.
7 ટાઇમ લાઇન અને પ્રવેશના રાઉન્ડ્સ પ્રવેશના તમામ રાઉન્ડ્સની ટાઈમ લાઈન અગાઉથી જાહેર કરવામાં આવશે. પ્રવેશના અંદાજિત કુલ ૧૨ રાઉન્ડ્સ કરવામાં આવશે જેમાં રિશફલિંગના અંદાજિત ૦૩ રાઉન્ડ્સની પણ જોગવાઈ કરવામાં આવશે.
8 મેરીટ લીસ્ટ (કોલેજ-યુનિવર્સિટી) વિદ્યાર્થીઓના પ્રેફરન્સ મુજબ પ્રવેશ અને અનામતના નિયમોને આધિન ઓટોમેટીક મેરીટ જનરેટ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
9 પ્રવેશ કન્ફર્મેશન વિદ્યાર્થી પોર્ટલ પર લોગ-ઇન કરીને OTPથી પહેલા પોતાનો પ્રવેશ કન્ફર્મ કરી ત્યારબાદ કૉલેજ-યુનિવર્સિટી ખાતે રીપોર્ટ કરશે જ્યાં કૉલેજ-યુનિવર્સિટી પોતાના લોગ-ઇનમાં OTPથી પ્રવેશ કન્ફર્મ કરશે.
10 રિશફલિંગ પ્રવેશના તમામ રાઉન્ડ્સની ટાઈમ લાઈન અગાઉથી જાહેર કરવામાં આવશે. જેમાં રિશફલિંગના અંદાજિત ૦૩ રાઉન્ડ્સની જોગવાઈ કરવામાં આવશે.
11 પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ વિષય બદલવાની વિનંતી વિદ્યાર્થીની વિનંતીને ધ્યાને લઇ કૉલેજ-યુનિવર્સિટી નિયમોને આધિન વિષય બદલી શકે તેવી જોગવાઈ કરવામાં આવશે.
12 મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને iOSને સપોર્ટ કરતી ઇન્ટરેક્ટીવ મોબાઈલ એપ્લિકેશન વિદ્યાર્થીઓની સુગમતા માટે આપવામાં આવશે.
13 અન્ય
Basic Details